Home Other મુન્દ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાની તૈયારીઓ….

મુન્દ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાની તૈયારીઓ….

73
0

કચ્છ: ૬ જાન્યુઆરી

રાજ્યમાં મહાનગરો બાદ જિલ્લામાં સૌથી વધુ કેસ કચ્છમાં આવી રહ્યા છે છેલ્લા અઠવાડિયામાં જ 128 દર્દીઓ કોરોનામાં સપડાયા છે જિલ્લામાં બેફામ બનેલા કોરોનાને ડામવા તંત્ર ક્યાંક સજ્જ તો ક્યાંક બેફિકર હોવાનો ઘાટ સર્જાયો છે!ત્યારે આજે મુન્દ્રા ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમ્યાન જોવા મળ્યું હતું કે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે તેની સાથે સાથે લોકોને કોરોના અંગે જાગૃત કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જોકે મુન્દ્રાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રીજી લહેરની સજ્જતા વચ્ચે પાયાની સવલતોનો અભાવ જોવા મળી રહ્યો છે જેથી સુવિધાઓ વધારવા માટે લોકો માંગ કરી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું.એકતરફ ત્રીજી લ્હેરને લઈને  અગમચેતી ના ભાગ રૂપે ઓકિસજન પ્લાન્ટ ઉભો કરવામાં આવી રહ્યો છે બીજી તરફ સીએચસીમાં તબીબી તેમજ અન્ય સ્ટાફની ઘટ જોવા મળે છે ત્યારે સમસયાઓ દૂર કરવા માટે સરકાર આગળ આવે તે જરૂરી બની રહે છે. આજે મુન્દ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આસપાસના ગ્રામિણ વિસ્તારના લોકો આવતા હોય છે જો સ્ટાફ પૂરતો હોય તો લોકોને સારવાર પણ સારી મળી શકે તેમ છે અહીં મસીનો છે પણ ઓપરેટ કરવા માટે ટેક્નિકલ સ્ટાફ પણ નથી,આ બાબતે સરકાર ધ્યાન દોરે તે જરૂરી બની રહે છે.

પ્રતિનિધિ:મુન્દ્રા
Previous articleપંજાબ ની ઘટના નો તારાપુર માં કરવામાં આવ્યો વિરોધ…
Next articleસાંસદ આદર્શ ગ્રામ યોજના:૨.૧૪ કરોડના વિવિધ ૧૨ કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત રાપરના ચિત્રોડ ગામે થયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here