આણંદ:૪ જાન્યુઆરી
મીરાંપાર્ક સોસાયટી સામે આવેલ બસ સ્ટેન્ડ પાસે અસામાજિક તત્વો નો આતંક!… પ્રજા ત્રાહિમામ!..
ફાઈલ ફોટો
છેલ્લા કેટલાક સમયથી હાડગુડ ગામમાં પ્રવેશવાના મીરાંપાર્ક બસસ્ટેન્ડ પાસે રાત્રીના સુમારે કેટલાક અસામાજિક તત્વો એકત્ર થઈને દારૂની મહેફિલો માણતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે,તેવામાં નશા માં ધુત બનીને આ તત્વો દ્વારા રાત્રીના સુમારે નોકરી/ધંધા પરથી પરત ફરતા ગ્રામ જનોને રોડ પર રોકીને ક્યાંથી આવ્યા કેમ આવ્યા જેવા પ્રશ્નો કરીને, ગંદીગાળો બોલીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની ઘટનાઓ બનતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા હતા .
ફાઈલ ફોટો
ત્યારે આજે મંગળવારે હાડગુડ ગામ ના રહીશો દ્વારા આણંદ જીલ્લા પોલીસ વડા અજીત રાજ્યણ ને આ કાયમી સમસ્યા અંગે ધ્યાન દોરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી જેમાં ગામના શાંતિ પ્રિય નાગરિકો એ રજૂઆત કરી હતી કે હાડગુડ ગામમાં ગણા વર્ષો થી ચાલી આવતો કોમી એકતાનો ભાઈચારો અને શાન્તીપૂર્ણ વાતાવરણ ડહોડવાનો ઘણા અસામાજિક તત્વો ધ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ કરીને હાડગુડ ગામના રહીશો જે રાત્રીના સુમારી નોકરી ધંધા થી પરત ફરતા હોય ત્યારે આવા અસામાજિક તત્વો ધ્વારા હેરાન કરવામાં આવે છે. ગામ ના નાગરિકો એ ઉમેર્યું હતું કે,આ તત્વો દારૂનુ વ્યસન કરીને ખુલ્લે આમ ધમકીઓ આપ્યા કરે છે. આવા અસામાજિક તત્વો ને રોકવામાં ન આવે તો તેનું પરિણામ ખુબ ખરાબ આવી શકે તેમ છે. અને આવા અસામાજિક તત્વો ધ્વારા દહેશત ફેલાવવામાં આવે છે. જેથી ગામમાંથી બહાર નોકરી -ધંધે જઈને પરત ફરતા લોકોમાં દહેશત નો માહોલ ઉભો થયેલ છે.
અરજી કરવા જીલ્લા SP કચેરી પહોચેલા હાડગુડ ગામના રહીશો…
અરજી માં ગામના રહીશોએ અધિકારી ને રજૂઆત કરી હતી કે,આ તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આવા અસામાજિક તત્વો ધ્વારા કોઈ મોટું સ્વરૂપ ઉદભવે તે પેહલા તેમજ હાડગુડ ગામમાં પ્રવેશવાના મીરાં પાર્ક બસસ્ટેન્ડ ઉપર કોઈપણ રાહદારીને નુકશાન ન થાય તેમજ હેરાન પરેશાન ન થાય તે માટે યોગ્ય અને કડક થી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.