જૂનાગઢ: 4 જાન્યુઆરી
જુનાગઢ જીલ્લામાં માણાવદર ને કપાસના ઉત્પાદનનું માનચેસ્ટર ગણાવમાં આવે છે, માણાવદર પંથક અને ઘેડ પંથકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર અને ઉત્પાદન થાય છે ત્યારે આ વર્ષે કપાસના ભાવ પણ સારો હોવાથી કપાસ પકવતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. માણાવદર માર્કેટિંગ યાર્ડ માં આજે કપાસ ઉત્પાદન કરતા 200થી વધુ ખેડૂતો પોતાનો કપાસ વેચવા આવ્યા હતા. ત્યારે આજરોજ 9000 મણ થી પણ વધુ કપાસ ની હરાજી કરવામાં આવી હતી, જેમાં ઓલ ટાઇમ હાઇ ભાવ હોય તેમ 2131 મા કપાસની ખરીદી માણાવદર માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ વાળા જગદીશભાઈ મારૂએ ઉંચી બોલી લગાવીને કપાસ ખરીદ્યો હતો.
ત્યારે માર્કેટીંગ યાર્ડના નવનિયુક્ત ચેરમેન જગદીશભાઈ મારૂની વરણી થઇ ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને ઉત્પાદનના પૂરતા ભાવ મળે તે માટે હું સતત પ્રયત્નશીલ રહીશ ત્યારે આજે પોતે જ કપાસના ભાવની ઊંચી બોલી લગાવીને કપાસ ખરીદતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.