3 જાન્યુ થી 7 ફેબ્રુઆરી સુધી 935 શેસન રસીકરણ કરાશે
રોજના 25 હજાર બાળકોને રસી આપવાનું આયોજન કરાયું
મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે માટે રસીકરણ એક ઉપચાર શોધવામાં આવ્યો છે ત્યારે મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા ૧૫થી ૧૮ વર્ષના બાળકોને શાળાએ છે 935 સેશનમાં રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રસીકરણ ના આ વિશેષ આયોજન માં 3 જાન્યુઆરી થી આગામી 7 ફેબ્રુઆરી સુધીમાં જિલ્લાના ૧૦ તાલુકામાં એક લાખ દસ હજાર જેટલા બાળકોને રસીકરણ કરવામાં આવનાર છે આ માટે આરોગ્ય વિભાગ દ્વારા મહેસાણા જિલ્લામાં રોજેરોજ ૨૫૦૦૦ જેટલા બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે
8 અને 9 જાન્યુઆરી ના રોજ રસીકરણ માં બાકી રહી ગયેલ અને શાળાએ ન જતાં બાળકોને રસી આપવામાં આવશે
મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા ૧૫ થી ૧૮ વર્ષની વયના વિદ્યાર્થીઓને શાળાએ જઈ રસીકરણ ના આ ખાસ આયોજનમાં કોઈ કારણોસર શાળામાં રસી લેવા માં રહી ગયેલ કે પછી શાળાએ ન આવતા બાળકોને 8 અને 9 જાન્યુઆરી ના બે ખાસ દિવસ નક્કી કરી તે જ સ્થળે ઉપસ્થિત હોય તે સ્થળે જઇ રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આમ નિર્ધારિત આયુના તમામ બાળકો રસી નો લાભ લે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવે છે
જિલ્લામાં ૧૦ તાલુકા પ્રમાણે ૧૫ થી ૧૮ વર્ષ મા નોંધાયેલા બાળકોની સંખ્યા
મહેસાણા જીલ્લાની અંદર 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા ૧૫ થી ૧૮ વર્ષની આયુનાં બાળકોને રસિ આપવાના આયોજનમાં તાલુકાવાર બાળકોની સંખ્યા