મહેસાણા : ૬ જાન્યુઆરી
મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના વાતાવરણમાં વધુ એક વાર પલટો જોવા મળ્યો છે વહેલી સવાર થી સમગ્ર આકાશમાં વાદળો ઘેરાયા છે જેને પગલે સૂર્ય પ્રકાશ અવરોધાતા અંધારપટ જેવો માહોલ જોવા મળી રહ્યો છે સાથે ઠંડીનું જોર પણ વધવા લાગ્યું છે.. હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં બે દિવસ માવઠું થવાની આશંકા સેવાઈ હતી.
મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં પલટો અર્જતાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ તો જિલ્લા પંથકમાં મધરાત્રી થી ઝરમર વરસાદ વરસી રહ્યો છે આમ કમૌષ્મી વરસાદ થી ખેડૂતો પણ ચિંતિત બન્યા જેમને રવિ પકોને નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા દ્રશ્ય ધૂંધળું બન્યું ચારે બાજુ ધૂમમ્સ જોવા મળી રહ્યું છે ધૂમમ્સ ને પગલે વીસીબીલીટી ખોરવાતા વાહન ચાલકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે આમ વાતાવરણમાં અચાનક આવેલ પલટાને પગલે ઠંડીનું જોર દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે આમ કમૌષ્મી વરસાદ અને ધૂમમસને પગલે જનજીવન અને ખેતી પ્રભાવિત થયા છે.