મહેસાણા જિલ્લામાં કોરોનાનાં કેસની પુનઃ શરૂઆત થઈ ગઈ છે ત્યારે પોઝિટિવ કેસ વચ્ચે કેટલાક કેસમાં ઓમિક્રોન વેરીએન્ટના કેસ પણ સામે આવી રહ્યા છે , જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં અત્યાર સુધી 4 ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે ત્યારે અગાઉ વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે ત્રણ સ્ત્રી ઓમિક્રોન પોઝિટિવ આવ્યા બાદ સ્વસ્થ થતા રજા અપાઈ હતી જેના ગણતરીના સમયમાં વધુ એક કેસ મહેસાણા શહેર થી સામે આવ્યો છે.
મહેસાણા શહેરના પિલાજી ગંજ વિસ્તારમાં જિલ્લાનો ચોથો ઓમિક્રોનનો કેસ સામે આવ્યો છે જેમાં 15 દિવસ પહેલા કોંગો થી આવેલા એક યુવાનના કોરોના ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ 17 ડિસેમ્બરે તેનો ઓમિક્રોન ટેસ્ટ કરવામાં આવતા તે યુવાન સંક્રમિત હોવાનો રિપોર્ટ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું તંત્ર દ્વારા યુવાનના રહેઠાણમાં એક શાળા અને મોટાભાગના રહેઠાણો આવેલા હોઈ વિસ્તારને તાત્કાલિક ધોરણે કન્ટેન્ટમેન્ટ જોન જાહેર કરી અન્ય લોકોની અવર જવર પર પ્રવેશ બંધી લગાવવામાં આવી છે. સાથે જ યુવાન ની આસપાસ રહેતા અન્ય લોકોના પણ સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની 8 જેટલી ટિમો આ વિસ્તારમાં કામે લાગી છે જેમાં 80 થી વધુ લોકોના સેમ્પલિંગ કરવામાં આવ્યા છે યુવાનના પરિવારમાં રહેલા તેમના વૃદ્ધ માતા, પત્ની અને બે વર્ષના બાળકને પણ ઓબજરવેશનમાં રાખવામાં આવ્યા છે