પ્રખર રાષ્ટ્રવાદી હિંદુ વાદી અને હિંદુ રક્ષા મંચ ના પ્રદેશ અધ્યક્ષ એવા આશિત ભટ્ટ ની સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાત ઝોન ના પ્રભારી તરીકે ની નિમણુંક કરવામાં આવી હતી.
સિદ્ધપુર ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ની પ્રદેશ કારોબારી પ્રદેશ અધ્યક્ષ ભરત ભાઈ રાવલ અને મહામંત્રી ડૉ.યજ્ઞેશ દવે ની આગેવાની માં યોજવામાં આવી હતી. જેમાં પ્રખર હિન્દુત્વ વાદી અને હિંદુ રક્ષા મંચ ના પ્રદેશ અધ્યક્ષ એવા આશિત ભટ્ટ ની પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાત ઝોન ના પ્રભારી તરીકે ની નિમણુંક થતા, તમામ રાષ્ટ્રવાદીઓ અને ભૂદેવો એ વધાવી લીધું હતું.
સોશિયલ મીડિયામાં પણ આશિત ભટ્ટ ની નિમણુંક થતા હજારો લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.
૧૯૯૨ થી આશિત ભટ્ટ જાહેર જીવન માં સતત કાર્ય કરી રહ્યા છે, વિશ્વ હિંદુ પરિષદ, બ્રહ્મ સમાજ, ભાજપ, હિંદુ રક્ષા મંચ વિગેરે માં વિવિધ જવાબદારીઓ સફળતા પૂર્વક નિભાવી છે તેવા આશિત ભાઇ ની જાહેરાત થતા યુવાનો ખુબ ઉત્સાહિત જોવા મળ્યા હતા