Home ટૉપ ન્યૂઝ પ્રમુખ સ્‍વામી અર્બન કોમ્‍યુનિટી હોલનું નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્‍તે લોકાર્પણ

પ્રમુખ સ્‍વામી અર્બન કોમ્‍યુનિટી હોલનું નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્‍તે લોકાર્પણ

21
0

તા. ર૯મીના રોજ આણંદ ખાતે આણંદ નગરપાલિકા દ્વારા રૂા. ૩.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રમુખ સ્‍વામી અર્બન કોમ્‍યુનિટી હોલનું નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્‍તે લોકાર્પણ

 

આણંદ નગરપાલિકા દ્વારા અમીન ઓટો સામે, ઉમા ભવન પાછળ, એસ.ટી.પી. પ્‍લાનની સામે ટી.પી. ૮માં ૧૭૯ ફા.પ્‍લોટમાં રૂા. ૩.૩૨ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ ધરાવતા નવનિર્મિત પ્રમુખ સ્‍વામી અર્બન કોમ્‍યુનિટી હોલનું તા. ૨૯/૧૨/૨૦૨૧ના રોજ બપોરના ૪-૦૦ કલાકે રાજયના મહેસુલ અને કાયદા તથા જિલ્‍લા પ્રભારી મંત્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીના મુખ્‍ય મહેમાનપદે નવસારીના સાંસદ અને ભા.જ.પ. પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે આણંદના સાંસદ મિતેશભાઇ પટેલ અને આણંદ જિલ્‍લા ભા.જ.પ. પ્રમુખ વિપુલભાઇ પટેલ અતિથિવિશેષપદે ઉપસ્‍થિત રહેશે તેમ આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ અને ઇન્‍ચાર્જ ચીફ ઓફિસર કમલકાંત પ્રજાપતિએ જણાવ્‍યું છે.

આ પ્રમુખ સ્‍વામી હોલ ૨૦૦૦ થી ૨૫૦૦ વ્‍યકિતઓની સગવડતા ધરાવે છે. જેમાં હોલ, રસોડુ, પાણીની સુવિધા, પાર્કિંગની સુવિધા સહિત ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્‍ધ બનાવવામાં આવી છે.

 

Previous articleઉમરેઠ વિધાનસભા વિસ્તારના ઓડ નગરપાલિકા ખાતે વિકાસના કામોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
Next articleઆણંદ ખાતે યોજાઇ “કામધેનુ યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેંટ 2021”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here