પેટલાદ:૩ જાન્યુઆરી
શાળાઓમાંજ રજિસ્ટ્રેશન અને રસિકરણનું આયોજન કર્યું…
આણંદ જિલ્લામાં આજે શાળાઓમાં વિદ્યાર્થીઓને રસીકરણ માટે સેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 15 થી 18 વર્ષની આયુના બાળકોને શાળાઓમાં જઈ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સ્થળ પર રજિસ્ટ્રેશન અને રસીકરણ કરવામાં આવ્યું છે. બાળકો માટે કોવેકસીન રસી આપવામાં આવી રહી છે અને રસી લીધા બાદ તમામ બાળકોને ઓબઝર્વેશન હેઠળ રાખી સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ પણ કોરોના સામે સુરક્ષિત થવા આતુર હતા ત્યારે રસી મેળવી વિદ્યાર્થીઓ સરકારના આ આયોજનને અવકારી પોતાને સુરક્ષિત માની રહ્યા છે.ત્યારે આણંદ જિલ્લાના પેટલાદ માં આવેલ વેસ્ટર્ન ઈંગ્લીશ મીડીયમ સ્કુલ તથા શ્રીમતી પી.પી પટેલ કન્યા વિદ્યાલય ખાતે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને રસીકરણ ની કામગીરીમાં આવરી લેવામાં આવ્યા હતા.
રસી માટે આતુર વિદ્યાર્થીઓ રસી મુકાવી સરકારના આયોજનને અવકાર્યું
અર્બન હેલ્થ સેન્ટર પેટલાદના સ્ટાફ દ્વારા રસીકરણ ની કામગીરી કરવામાં આવી હતી જેમાં વેસ્ટર્ન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માંથી 259 બાળકોએ રસી મુકાવી હતી તથા પી પી પટેલ કન્યા વિદ્યાલય માં થી ૩૦૦ જેટલા બાળકોએ રસીકરણ ની કામગીરીમાં ભાગ લીધો હતો આમ કુલ મળી પેટલાદ ની બે શાળા માં થી 559 વિદ્યાર્થીઓ એ તરુણ રસીકરણની શરૂઆત ના દિવશે ઉત્શાહ પૂર્વક રસી મુકાવી હતી .આ કાર્યક્રમ વેસ્ટન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અને પી પી પટેલ કન્યા વિદ્યાલય ના પ્રિન્સિપાલ તથા સ્ટાફના માણસો ની હાજરી માં અર્બન હેલ્થ સેન્ટર પેટલાદ ના મેડીકલ સ્ટાફ ના સુપરવિઝન વચ્ચે યોજાયો હતો.