પેટલાદ: ૬ જાન્યુઆરી
આજરોજ આણંદ જિલ્લા સંગઠન દ્વારા જીલ્લા માં વિવિધ સ્થળો પર પંજાબ ખાતે દેશ ના પ્રધાનસેવક નરેન્દ્ર મોદી ના કાફલા ને પડેલી અગવડતા અને કોઈ ચોક્કસ કાવતરા સાથે પંજાબ સરકારે સુરક્ષા ની વ્યવસ્થા માં રાખેલી ઇરાદાપૂર્વક ની ચૂક ના પ્રયત્ન ને વખોડી કાઢતા,સાથે વૈશ્વિક આગેવાન નરેન્દ્રભાઈ મોદી ના દીર્ઘાયુષ્ય માટે શહેર ના મધ્યમાં આવેલ મહાદેવ મંદિર ખાતે સમૂહ મહામૃત્યુંજય મંત્ર જાપ નું આયોજન કરવામાં આવ્યુ હતું.જેના ભાગ રૂપે પેટલાદ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ગઈ કાલે કોંગ્રેસ શાસિત પંજાબ પ્રાંતમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની સુરક્ષામાં થયેલ ચેડાં ના વિરોધમાં કૉંગ્રેસનું પૂતળા દહન નો કાર્યક્રમ પેટલાદ ખાતે કરવામાં આવ્યો હતો .
જેમાં પેટલાદ શહેર ભાજપ યુવા મોરચા મહામંત્રી દર્શભાઈ દવે, ઉપપ્રમુખ પ્રિયંક તપોધન, મંત્રી કમલ રામી પેટલાદ નગરપાલિકા પ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શહેર ભાજપ મહામંત્રી રીતેશભાઈ પટેલ સાથે નગરપાલિકા કાઉન્સિલરો તથા કાર્યકર્તાઓ એ હાજર રહી ને પંજાબ માં બનેલી નિદનીય ઘટના ને વખોડી હતી.