પશ્ચિમ રેલ્વે : ૬ જાન્યુઆરી
નવા વર્ષના પ્રથમ માસ જાન્યુઆરીની ૧૪ તારીખે સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થતી હોય છે જેમાં પતંગ ચગાવવાનો અનેરો મહિમા રહેલો છે. પતંગ રસિયાઓ ૧૪ તારીખે ઉજવાતી મકરસંક્રાંતિના પર્વના અનેક દિવસો પહેલે થીજ પતંગ ચગાવતા હોય છે ત્યારે પતંગ ચગાવતા દરમિયાન રેલ્વે ટ્રેક પર કોઈ દુર્ઘટના ના બને તેની જાગૃતિ માટે પશ્ચિમ રેલવે ધ્વારા લોક જાગૃતિ અર્થે અપીલ કરવામાં આવી હતી.
તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે એ અપીલ કરી હતી કે જ્યાં પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ટ્રેક પર ઓવરહેડ ટ્રેક્શન વાયરમાં ફસાયેલ પતંગો ને દોરાને હટાવવા જેવી ઘટનાઓ થાય છે. કારણ કે , રેલવેના ઓવરહેડ ટ્રેક્શન વાયર 25000 વોલ્ટનો કરંટ વહન કરે છે,જે માનવ જીવનને જોખમમાં મૂકી શકે છે અને ઓવરહેડ વાયર તૂટીને ટ્રેક પર પડી શકે છે.અને રેલ વ્યવહાર પણ ખોરવાઈ શકે છે.
તેથી, પતંગ ઉડાવતી વખતે, રેલવે ટ્રેકના વાયરમાંથી પતંગના દોરાને દૂર કરતી વખતે વાંસ અને વાંસ પર અન્ય ધાતુના હૂકનો ઉપયોગ કરશો નહી આનાથી હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિક ઝાટકો લાગી શકે છે. એવું પણ જાણવા મળે છે કે કેટલાક પતંગ ઉડાવવાના દોરામાં મેટાલિક પાવડર કોટિંગ પણ હોય છે જે જોખમી પણ હોઈ શકે છે.
આથી પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન સામાન્ય જનતાને વિનંતી કરવામાં આવે છે કે, , રેલવેના ટ્રેક નજીક પતંગ ઉડાડશો નહીં અને , રેલવેના વાયરમાંથી દોરા અને પતંગ દૂર કરવાનો પ્રયાસ કરશો નહી માનવ જીવન અમૂલ્ય છે.આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવો અને તમારી સામાજિક જવાબદારી નિભાવતી વખતે, અન્ય લોકોને પણ જાગૃત કરો.