પેટલાદ તાલુકાના પાળજ ગામની સીમમાં યુનીટેક પાવર બનાવતી કંપની આવેલી છે. ગત 16 મીની રાત્રે ચાર અજાણ્યા ધાડપાડુઓ કંપનીમાં ઘુસી જઈને બે સીક્યુરીટી ગાર્ડને બંધક બનાવી ચપ્પુ બતાબી મારી નાખવાની ધમકી આપી 8 લાખની કિંમતના ત્રણ કન્ડકટર ડ્રમ ક્રેઈનની મદદથી ટ્રેલરમાં ભરીને લુંટ ચલાવીને ભાગી ગયા હતા.જે અંગે પેટલાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે લુંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પેટલાદ તાલુકાના પાળજ ગામની સીમમાં સર્વે નં.1136 વાળી જમીનમાં યુનીટેક પાવર ટ્રાન્સમીશન લીમીટેડ કંપની આવેલી છે. 16મી ડિસેમ્બરના રોજ રાત્રીના બે વાગ્યાના અરસામાં ચાર હિન્દીભાષી ધાડપાડુઓ કંપનીમાં ધાકધમકી આપીને ઘુસી ગયા હતા અને બે સીક્યુરીટી ગાર્ડને દોરડા વડે બંધક બનાવીને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ કંપનીમાં પ્રોજેક્ટ માટે લાવવામાં આવેલ માલસામાનમાંથી રૂ.24 લાખના ત્રણ કન્ડકટર ડ્રમ ક્રેઈનની મદદથી ટ્રેલરમાં ભરીને લુંટ ચલાવીને રફુચક્કર થઈ ગયા હતા. પ્રોજેક્ટ માટે આવેલ માલસામાનમાંથી ત્રણ કન્ડકટર ડ્રમ ઓછા થઈ ગયા હતા. જેથી કંપનીના સીક્યુરીટી ગાર્ડે માલિકને જાણ કરતા માલિકે ફરજ પરના કર્મચારીએ તપાસ કરવા જણાવ્યું હતું. જેથી કંપનીમાં ફરજ બજાવતા રૂષીકેશભાઈએ પેટલાદ ટાઉન પોલીસ મથકે અજાણ્યા ચાર હિન્દીભાષી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે લુંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.