તારાપુર: ૬ જાન્યુઆરી
પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાફલાને 20 મિનિટ સુધી રોકી રાખવાના પ્રત્યાઘાતને ભાગ રૂપે તારાપુર તાલુકા યુવા મોરચા ભાજપ દ્વારા નાની ચોકડી કે.ડી સર્કલ પાસે આ ઘટનાનો વિરોધ કરવામા આવ્યો હતો અને સાથે ભારે શુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા,
આ પ્રસંગે યુવા મોરચા સંગઠનના સૌ હોદેદાર , યુવા મોરચા પ્રમુખ પ્રતિક પટેલ યુ.મો ઉ.પ્રમુખ વિશાલ શાહ, પુવા મોરચા જીલ્લા મહામંત્રી ભાગ્યેશ વ્યાસ ભાજપ સંગઠનના ઉ.પ્રમુખ ઠાકોરભાઇ પટેલ, મા.ડે.સરપંચ રાકેશભાઇ પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઇ પટેલ, દિનેશભાઇ નગરશેઠ સહિત સૌ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા