આણંદ:૬ જાન્યુઆરી
૫ જાન્યુઆરી ના રોજ પંજાબ ખાતે દેશ ના પ્રધાનસેવક નરેન્દ્ર મોદી ના કાફલા ને પડેલી અગવડતા અને કોઈ ચોક્કસ કાવતરા સાથે પંજાબ સરકારે સુરક્ષા ની વ્યવસ્થા માં રાખેલી ઇરાદાપૂર્વક ની ચૂક ના પ્રયત્ન ને વખોડી કાઢતા,સાથે વૈશ્વિક આગેવાન નરેન્દ્રભાઈ મોદી ના દીર્ઘાયુષ્ય માટે શહેર ના મધ્યમાં આવેલ ૐ કારેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સમૂહ મહામૃત્યુંજય મંત્ર જાપ નું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પ્રભારી અમિતભાઈ ઠાકર,જિલ્લા મહામત્રી નીરવ અમીન, નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ ઉપ પ્રમુખ છાયાબા ઝાલા,શહેર અને જિલ્લામાં થી આવેલ વિવિધ સંગઠનો ના હોદેદારો સાથે આણંદ નગરપાલિકા ના ચૂંટાયેલા કાઉન્સીલ મિત્રો અને મોટી સંખ્યામાં પક્ષ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા….