બોરસદ:
ઝારોલા કેળવણી મંડળ સંચાલિત, ઝાલોરા પ્રાથમિક શાળામાં આરોગ્ય મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત સરકારમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદ લોકસભાના લોકલાડીલા સાંસદ મિતેશભાઇ પટેલ,પ્રતાપસિંહ ગોહેલ, ભીખાભાઈ પઢીયાર, તાલુકા પંચાયત સભ્ય મિહિરભાઈ પટેલ, કેળવણી મંડળના પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ, ઉપપ્રમુખ કલ્પેશભાઈ પટેલ, શાળાના આચાર્ય નવીનભાઈ પટેલ, સરપંચ ધવલભાઈ પટેલ, 60 લાખ રૂપિયાનું માતબર દાન કર્યું છે તેવા ઠાકોરભાઇ પટેલ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.