ખડાયતા જ્ઞાતિ રત્ન એવા રોનક ભસ્તાના કે જેમને નાનપણ થીજ સંગીત પ્રત્યે ખુબજ રુચિ હોઈ તેમને માંગરોળ ની મલ્હાર સંગીત વિદ્યાલય ના વિદ્યાર્થી તરીકે ગુરુ શ્રી સુનિલભાઈ કાચા ના ખુબજ સુંદર માર્ગ દર્શન નીચે તૈયાર થયેલ છે
રોનક ભસ્તાના કે જેઓ નાનપણ થીજ ખુબજ સેવાભાવી એવા પોતાના દાદા શ્રી મુકુંદભાઈ ભસ્તાના ની જેમજ સેવાકીય પ્રવૃત્તિ ઓ મા પણ હાર હમેંશા અગ્રેસર્જ હોઈ છે
ખુબજ સાધારણ પરિવારમાં ઉછેર થયો હોય નાનપણ થીજ સંગીત પ્રત્યે ખુબજ રુચિ ધરાવતા હોય પોતાની કલા ક્ષેત્રમાં આગળ લાવવા પોતાના જ્ઞાતિ જનો તેમજ પરિવારનો ખુબજ સ્પોટ મળતો રહેતો હોય છે આ તકે તમામનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો
ખડાયતા જ્ઞાતિ નો હીરો રોનક ભસ્તાના કે જેઓ માંગરોળ મા ચલાવવા મા આવીરહેલ શ્રી પ્રભાત ફેરી ધૂન મંડળ ના સભ્ય પણ છે આ મંડળ દ્રારા રાત્રી દરમિયાન સારા નરસા પ્રસંગોએ ધૂન બોલવા માટે નું આ સેવા કાર્ય ચલાવવા મા આવે છે આ કાર્યમાં જે દાન એકત્ર કરવામાં આવેછે એ દાન માત્રને માત્ર ગાય ના ચારા તેમજ કબૂતરની ચણ માજ ઉપયોગ કરવામાં આવતો હોઈ છે રોનક ભસ્તાના ના દાદા શ્રી મુકુંદભાઈ ભસ્તાના પણ આ સેવા કાર્ય મા જોડાયેલા છે એક જૂની કહેવત છે ને કે ” મોરના ઈંડા ચીતરવા ન પડે “એ કહેવતને સાર્થક બનાવી રોનક ભસ્તાના ચાલી રહેલ છે
માંગરોળ મા ચલાવવામાં આવતા દરેક હિન્દૂ સંગઠનો મા કોઈ પણ સેવા કર્યો મા આ પરિવાર હર હમેંશા અગ્રેસર્જ રહેતો હોય છે
તિરૂપતિ બાલાગામ સ્કૂલ મા કે.જી.થી ધો.12 સુધી અભ્યાસ કરેલો અને સ્કૂલના અનેક કાર્યક્રમમો તેમજ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક સ્પર્ધાઓ માં અવવલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલ નું તેમજ સમાજ અને માંગરોળ નું નામ રોશન કરેલ સ્કૂલ ના શિક્ષકો દ્વારા પણ રોનક ભસ્તાનાને હર હમ્મેશ ખુબજ પ્રોત્સાહન મળતું રહેતું હતું
જ્યારે કલામહોત્સવ માં પણ તાલુકા તેમજ જિલ્લા લેવલે પ્રમાણ પત્રો પ્રાપ્ત કરેલા છે
હાલ રિધમ બીટ્સ ઓરકેસ્ટ્રા ના અભય ગરેજા ના નેતૃત્વ મા પણ કામ કરી રહયા છે
નાનપણ થીજ પોતાના પરિવારની આગવી પરંપરાઓ અનુસાર નિસ્વાર્થ ભાવે સેવા કર્યો મા જોડાયેલ છે
જૂનાગઢ