આણંદ:૪ જાન્યુઆરી
3 જાન્યુઆરી, ર૦રરથી આણંદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના ૧,૦૮,૮પ૮ કિશોર-કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરવાનો આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળપ્રારંભ કરવામાં આવ્યો હતો.જિલ્લાના કિશોરોને કોરોના સામે રસીનું કવચ પુરૂં પાડવા માટે ચાલી રહેલ આ ઝુંબેશનો વાલીઓ અને છાત્રો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડી રહ્યો હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્યું છે.
ડૉ. છારીએ તા.૩જીથી શરૂ થયેલ ૧૫ થી ૧૮ વર્ષના તરૂણો માટેના વેકસિન અભિયાન અંતર્ગત ગઇકાલે સમગ્ર જિલ્લામાં ૨૫,૨૦૬ તરૂણોએ અને આજે તા. ૪થીના રોજ બપોરના ૩-૩૦ સુધીમાં ૨૧,૮૪૮ મળી કુલ ૪૭,૦૫૪ કિશોર-કિશોરીઓએ કોરોના પ્રતિરોધક રસી મૂકાવી સુરક્ષા કવચ ગ્રહણ કરી લીધું હોવાનું જણાવ્યું હતું.ડૉ. છારીએ જિલ્લામાં અત્યારસુધીમાં એટલે કે તા. ૪/૦૧/૨૦૨૨ના રોજ બપોરના ૩-૩૦ વાગ્યા સુધીમાં તાલુકવાર ૧૫ થી ૧૮ વર્ષના કિશોર-કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી મૂકાવ્યાની વિગતો આપતાં જણાવ્યું હતું કે,આણંદ તાલુકામાં-૧૩,૨૬૪, આંકલાવ તાલુકામાં-૪,૩૨૨, બોરસદ તાલુકામાં-૭,૫૪૮, ખંભાત તાલુકામાં-૭,૯૯૫, પેટલાદ તાલુકામાં-૧,૦૯૩, સોજિત્રા તાલુકામાં-૬,૨૭૧, તારાપુર તાલુકામાં-૧,૯૩૦ અને ઉમરેઠ તાલુકામાં-૪,૬૩૧ કિશોર-કિશોરીઓએ રસી મૂકાવી દીધી છે.
ડૉ. છારીએ વધુમાં જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કોઇ બાળક રસીથી વંચિત ન રહી જાય તેની તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી હોવાનું જણાવી આ રસીકરણના કાર્યક્રમમાં સહભાગી થવા આણંદ જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર ધ્વારા અપીલ કરવામાં આવી હોવાનું ઉમેર્યું હતું.