જૂનાગઢ : ૫ જાન્યુઆરી
જિલ્લા તંત્રની કોઇપણ કચેરીના અધિકારી કર્મચારીને વહિવટી પ્રશ્ન હોય કે અન્ય કોઇ પ્રશ્ન કે અગત્યની બાબત કોઇપણ સ્તરે પેન્ડીંગ હોય તો તેના નિકાલ માટે જિલ્લા કલેક્ટરએ તંત્રના તમામ કર્મચારીઓ રજૂઆત કરી શકે પ્રશ્નો રજૂ કરી શકે તે માટે આ અભિગમ અપનાવ્યો છે.
કલકેટર કચેરી ખાતે રેવન્યુ અધીકારીઓની યોજાએલ બેઠકમાં જિલ્લા કલેકટરે આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે, વહિવટીતંત્રના અધિકારીઓ માટે વહિવટી સહિતના પ્રશ્નો પ્રજાહિતના પ્રશ્નો ઉકેલવા સમય નિશ્વિત કરવામાં આવ્યો છે. જેથી જિલ્લા વહિવટીતંત્રની કામગીરીને વધુ સુચારૂ બનાવી શકાય અને સબંધિત કચેરીના અધિકારી કર્મચારીઓની મુશ્કેલી પણ નિવારણ કરી શકાય.તેમજ જિલ્લાના અગત્યના કોઇ પ્રશ્નો હોય તો તેનુ યોગ્ય સ્તરે ફોલોઅપ પણ લઇ શકાય.
રેવન્યુ અધિકારીઓની બેઠકમાં રેવન્યુ તંત્રની કામગીરીની સમીક્ષા કરવા સાથે રેવન્યુ સબંધી મુદ્દાઓ સમયમર્યાદામાં નિકાલ કરવા જિલ્લા કલેક્ટર રચિત રાજએ માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે જમીન મીલ્કત સબંધી અરજીઓનો સમયમર્યાદમાં નિકાલ તેમજ પ્રાંત અધિકારી કક્ષાએ વિશેષ મોનીટરીંગ કરવા પણ સુચનાઓ આપી હતી. આ બેઠકમ આસીટન્ટ કલેકટર અંકીત પન્નુ, હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.