Home ટૉપ ન્યૂઝ છોટાઉદેપુર કલેકટર સ્તુતિ ચારણની બહેન ડો. નીતિ ચારણે ગુજરાત જાહેર સેવા આયોગની...

છોટાઉદેપુર કલેકટર સ્તુતિ ચારણની બહેન ડો. નીતિ ચારણે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી

146
0

છોટાઉદેપુર જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા સુશ્રી. સ્તુતિ ચારણના નાના બહેન ડૉ. નીતિ ચારણે ત્રીજા પ્રયત્ને ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામ્યા છે. તેણીએ આ અગાઉ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પણ આપી હતી. તેમણે સખત મહેનત કરી ગુજરાત જાહેર સેવા આયોગની આ પરીક્ષામાં જનરલ મેરીટ માં 5મો અને મહિલા કેટેગરીમાં 1લો ક્રમાંક મેળવ્યો છે.

અથાગ પરિશ્રમ અને કઇક કરવાનુ લક્ષ્ય હોય તો માણસ શુ ના કરી શકે તેવુ આ બે બહેનોએ કરી બતાવ્યુ છે અને ખાસ કરીને પોતાની દીકરીને અભ્યાસ કરાવવામા સંકોચ કરનારાઓ માટે એક મોટુ ઉદાહરણ છે બે બહેનોએ આવી સિધ્ધી હાંસલ કરતા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પ્રોત્સાહિત થશે તેમ ચોક્કસ કહી શકાય

આ અંગે ડૉ. નીતિ ચારણ સાથે ટેલિફોનીક વાત કરતા તેમણે તેમની સફળતાનો સઘળો શ્રેય તેમની મોટી બહેન સ્તુતિ ચારણને આપતા જણાવ્યું હતું કે, મારી મોટી બહેન ગુજરાત કેડરમાં સનદી અધિકારી તરીકે ફરજ બજાવે છે. મારી મોટી બહેને જ મને વહીવટી સેવાઓની પરીક્ષાઓ આપવા માટે માહિતી, માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડી છે. મને શરૂઆતથી જ ગુજરાત પ્રત્યે આકર્ષણ રહ્યું છે તેમજ દીદી પણ ગુજરાત કેડરમાં ફરજ બજાવે છે જેથી મેં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. કોઈ પણ પ્રકારની તાલીમ વગર જાત મહેનતે જ તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે.

છોટાઉદેપુર

Previous articleસરદાર પટેલ યુનિવર્સિટીના આંતર કોલેજ યુથ ફેસ્ટિવલના દ્વિતીય દિવસે માનવ વિધાભવનના પટાગંણમાં સ્કીટ અને માઈમ જેવી સ્પર્ધાઓ યોજાઈ
Next articleજૂનાગઢ : માંગરોળ ખડાયતા વણિક સમાજનું ગૌરવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here