Home ચરોતર ચારુસેટના પ્રોફેસર દ્વારા નેનોટેકનોલોજી પર પુસ્તક લોન્ચ કરાયું

ચારુસેટના પ્રોફેસર દ્વારા નેનોટેકનોલોજી પર પુસ્તક લોન્ચ કરાયું

21
0

ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સીટીના બે પ્રોફેસર ડો. મૃણાલી પટેલ અને પ્રોફેસર ડો. રશ્મિન પટેલે દવામાં વપરાતા નેનો મટેરિયલ્સના ટોક્સિસિટીના સંશોધનને આવરી લેતું “ નેનોટેકનોલોજી ઇન મેડિસિન-ટોક્સિસિટી એન્ડ સેફ્ટી” નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્કતમાં નેનો ટેકનોલોજીસ્ટની નિષ્ણાત ટીમ દ્વારા ન્યુરો-ડીજનરેટિવ રોગ, કેન્સર ડાયગ્નોસ્ટિક્સ, નેનો-ન્યુટ્રાસ્યુટિકલ્સ, ત્વચારોગ વિજ્ઞાન જનીન ઉપચાર ઉપર વિશેષ ધ્યાન કેન્દ્વિ કરવામાં આવ્યું છે આ ઉપરાંત દવામાં નેનોટેકનોલોજીની વર્તમાન અને ભાવિ એપ્લિકેશનોની મજબૂત અને અદ્યતન સમીક્ષા કરવામાં આવી છે.
ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચારુસેટ સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસીમાં પ્રોફેસર ડો. મૃણાલી પટેલ અને પ્રોફેસર ડો. રશ્મિન પટેલે, નિકોલસ કોપર્નિકસ યુનિવર્સિટી ઓફ પોલેન્ડ અને સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટીના બાયોટેકનોલોજી વિભાગના પ્રોફેસર મહેન્દ્ર રાય સાથે મળીને તાજેતરમાં “નેનોટેકનોલોજી ઇન મેડિસિન-ટોક્સિસિટી એન્ડ સેફ્ટી” નામનું પુસ્તક લખ્યું છે જે જોહ્ન વિલેય એન્ડ સન્સ લિમિટેડ, યુ. કે. (વિલેય બ્લેકવેલ) નામના પ્રકાશક દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.આ પુસ્તકમાં દવામાં વપરાતા નેનોમટેરિયલ્સના ટોક્સિકોલોજીમાં સંપૂર્ણ સંશોધન કરવામાં આવ્યું છે.આ પુસ્તકના સંપાદકો એવા સંસાધનો પ્રદાન કરે છે જે નેનો મટેરિયલ્સ સલામતીને સંબંધિત છે, અને આરોગ્ય સંભાળમાં નેનો મેડિસિનના લાભો મેળવવા માટે સૌથી મોટા અવરોધક છે.
આ પુસ્તક માનવ સ્વાસ્થ્ય અને દવામાં વપરાતી નેનોટેકનોલોજીના ટોક્સિકો લોજિકલ અને સલામતી પાસાઓ પર તાજેતરની અને વ્યાપક માહિતી મેળવવા માટે એક સ્તોત્ર બન્યું છે. નેનો પાર્ટિક્યુલેટ કેરિયર્સનો ઉપયોગ કરીને નિર્ધારિત સેલ્યુલર કમ્પાર્ટમેન્ટ્સ, કોષો, પેશીઓ અને અવયવોમાં રોગનિવારક વસ્તુઓ પહોંચાડવા માટે અદ્યતન ટેકનિકો પ્રદાન કરે છે. ટોક્સિસીટી, સલામતી અને જોખમ મૂલ્યાંકન માટે પદ્ધતિસરની વિચારણાઓ પણ પ્રદાન કરે છે. આ પુસ્તકના સંશોધકો, પોસ્ટ-ડોક્ટરલ વિદ્યાર્થીઓ અને નેનોટેકનોલોજી, નેનોમટેરિયલ્સ અને નેનોકેરિયર્સના ક્ષેત્રના નિષ્ણાતો માટે યોગ્ય ‘નેનોટેકનોલોજી ઇન મેડિસિન: ટોક્સિસિટી એન્ડ સેફ્ટી’ પુસ્તક નેનો એન્જિનિયરિંગ, નેનો મેડિસિન અને બાયો ફાર્માસ્યુટિકલ પ્રોફેશનલ નેનો બાયોલોજિસ્ટની લાઇબ્રેરીઓમાં અનિવાર્ય હિસ્સો સાબિત થશે.

Previous articleતારાપુર : બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર નરાધમને ૨૦ વર્ષની સજા
Next articleસરદાર પટેલ યુનિવર્સિટીના આંતર કોલેજ યુથ ફેસ્ટિવલના દ્વિતીય દિવસે માનવ વિધાભવનના પટાગંણમાં સ્કીટ અને માઈમ જેવી સ્પર્ધાઓ યોજાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here