તાજેતરમાં રાજધાની દિલ્હીમાં આયોજિત નેશનલ સ્પર્ધા મિસીસ ઈન્ડિયા વન ઈન અ મિલિયનમાં ભાગ લઈને મૂળ માંડવી તાલુકાના મોટા લાયજાની વતની અને હાલે અબડાસાના મોટા કરોડિયા ગામની પુત્રવધૂ દીપાલી ગઢવીએ મીસીસ ઈન્ડિયા સેન્ટ્રલનો ખીતાબ પોતાના નામ કરી ગુજરાત નું ગૌરવ વધાર્યુ છે.ટીસ્કા મિસીસ ઈન્ડિયા દેશમાં ખૂબ જ જાણીતું પ્લેટફોર્મ છે, જે છેલ્લા ૫ વર્ષથી રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાઓનું આયોજન કરતું આવ્યું છે અને હંમેશા દેશની મહીલા ને સશક્તિકરણ માટે ના કાર્યક્રમો ને પ્રોત્સાહન આપી ને મહિલાઓ ને આગળ ધપાવવા માટે બળ પૂરું પાડતું આવ્યું છે.
આ સ્પર્ધા ના વર્ષ 2021 ના વિજેતા દિપાલી ગઢવી ની પરવરીશ કચ્છ ના નાનકડા ગામમાં થઈ હોવા છતાં નાનપણથી જ તેઓ ખુબ જ આગવુ વ્યક્તિત્વ ધરાવે છે, વ્યવહાર કુશળતા તથા આધુનિક વિચારધારા એના હકારાત્મક સ્વભાવની વિશેષતા તેમનાં માં નાનપણથી જ રહેલી છે, ભણવાની ધગશ તથા આગળ વધવાના તીવ્ર મનોબળથી તેમણે આ વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે.
તેઓ Mba ફાઇનસ નો અભ્યાસ કરેલો છે એને તેની સાથે તેઓ પોતાના પતિ માનશી ગઢવી સાથે મળીને ગ્રોથ ક્ચર વેન્ચર્સ નામે કમ્પનીનું સંચાલક ડિરેક્ટરનું પદ નિભાવી રહ્યા છે. આ સાથે તેઓ સામાજિક કાર્યો માં પણ રૂચિ પણ ધરાવે છે, અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા મહાસભામાં ગુજરાતના અધ્યક્ષ પદ હેઠળ તેઓ સમાજ ની મહિલાઓ ના સશક્તિકરણ માટે ના સામાજિક કાર્યો કરી રહ્યાં છે. સમાજની દિકરીઓને ભણાવીને પગભર કરવી એ તેમના જીવન નો મુખ્ય ધ્યેય છે. અત્યારે ૫૦થી વધુ દિકરીઓને તેઓ ઈંગ્લીશ મીડિયમમાં ભણાવી રહ્યા છે. મિસીસ ઈન્ડિયા સેન્ટ્રલનો ખીતાબ મેળવીને દિપાલી ગઢવીએ નેશનલ લેવલ પ૨ ગુજરાત નું તથા સમાજ નું નામ રોશન કર્યું છે.
આપને જણાવી દઈએ કે દિલ્હી ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં દિપાલી ગઢવી જે જેઓ મૂળ કચ્છ,ગુજરાત ના વતની છે અને તેઓ હાલમાં મુંબઈ સ્થાઈ થયા છે, જેમણે દિલ્હી મા ખાતે યજાયેલા મિસિસ ઇન્ડિયા વન ઇન અ મિલિયન સ્પર્ધા માં મિસિસ ઇન્ડિયા સેન્ટ્રલ 2021 નો ખીતાબ જીતી ને ગુજરાત નું નામ રોશન કર્યું છે,આ સ્પર્ધા દિલ્હી ની તાજ હોટલ માં યોજાય હતી, જેમાં દેશમાંથી 90 મહિલાઓ એ ભાગ લીધો હતો જેમાં મૂળ ગુજરાત રાજ્ય માંથી 3 મહિલાઓ સોર્ટલિસ્ટડ થઈ હતી.
આ સ્પર્ધા 21ડિસેમ્બર થી 24 ડિસેમ્બર સુધી દિલ્હી ની તાજ હોટલ મા યોજાય હતી જેમાં ઓરીઈન્ટેશન એન્ડ ઈન્ટ્રોડક્શન રાઉંડ, બ્યુટી વીથ બ્રેઈન રાઉન્ડ, ટેલેન્ટ રાઉન્ડ, રેમ્પ વોક(બેસ્ટ વોક) રાઉન્ડ, એથનિક રાઉન્ડ, તથા ગ્રાન્ડ ફીનાલે મા પ્રશ્નોત્તરનો રાઉન્ડ હોય છે અગાવ ગુજરાત માંથી કોઈ મહિલા ને આ સન્માન પ્રાપ્ત થઈ વિજેતા બનેલ નથી દિપાલી ગઢવી પ્રથમ ગુજરાતી મહીલા તરીકે આ ખીતાબ જિતનાર પ્રથમ ગુજરાતી મહિલા બનવાનું સન્માન પ્રાપ્ત કરી ગુજરાતીઓ નું રાષ્ટ્રીય સ્તરે સન્માન વધારતી પ્રથમ મહિલા બની છે.
કોમ્પીટીશન માં જાવા ની પ્રેરણા ક્યાંથી મળી? તે વિશે દિપાલી ગઢવી એ ટ્રેન્ડિંગગુજરાત ને આપેલા વિશેષ ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે બચપન થી સપનું હતું, અખિલ ભારતીય ચારણ ગઢવી- મહિલા મહા સભા માં જોડાયા પછી સમાજ ની બહેનો માટે આ સ્પર્ધા માં જોડાવાઈ ને સમગ્ર સમાજ ની બહેનો ને કીપ્રેઝેન્ટ કરવા ની તથા આ વણ ખેડાયેલા ક્ષેત્રમાં આવનાર પેઢી માટે દરવાજા ખુલ્લા પાડવાની તીવ્ર ઈચ્છા થી પ્રેરિત થઈને આ સ્પર્ધા માં ભાગ લીધો હતો અને એ વિશ્વાસ અને સાચી શ્રદ્ધા થકી જીત મેળવી ને આ ખીતાબ ગુજરાત ની મહિલાઓ ને સમર્પિત કરું છું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સ્પર્ધા માટે તેઓ છેલ્લા એક વર્ષ થી તૈયારીઓ કરી રહ્યા હતા અને તેને માટે દૈનિક જવાબદારી ઓ સાથે ધર પરીવાર , બાળકો, વ્યવસાય ને સંભાળવા ની સાથે સેલ્ફ ડેવલપમેન્ટ મેન્ટલી એન્ડ ફીઝીકલી તૈયારીઓ, ટાઈમ મેનેજમેન્ટ, તથા વર્તમાનમાં ચાલતી કોરોના મહામારી ને કારણે દેશ માં લાગુ પડેલા નિયંત્રણો વચ્ચે ઘરમાં જ રહીને ફીટનેસ તથા સુડોળ બોડી જાળવવું અને તેની સાથે રાષ્ટ્રીય સ્તરે યોજાનાર સ્પર્ધા માટે યોગ્ય તૈયારીઓ કરવી એ મોટો પડકાર હતો તે તમામ વચ્ચે મક્કમ મનોબળથી કરેલ પ્રયત્ન માં પરિણામ ધાર્યા મુજબ નું મળ્યું તેનો વિશેષ આનંદ છે.