Home Trending Special ગંગાસ્વરૂપ પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લાના પ્રથમ લાભાર્થીને મળી...

ગંગાસ્વરૂપ પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લાના પ્રથમ લાભાર્થીને મળી સહાય…

96
0

ગોધરા: રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત ગંગાસ્વરૂપ બહેનોને પુનઃલગ્ન કરી નવા જીવન માટે પ્રોત્સાહિત કરવા માટે ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. જે હેઠળ રૂ પ૦ હજારની મદદ કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના હસ્તે જિલ્લાનાં પ્રથમ લાભાર્થીને આર્થિક સહાય આપવામાં આવી હતી. આ યોજના અંતર્ગત લાભાર્થી સોનલબેનને બચત ખાતામાં ડી.બી.ટી મારફતે રૂ ૨૫ હજાર તેમજ રૂ ૨૫ હજારના રાષ્ટ્રીય બચતપત્ર સ્વરૂપે કુલ ૫૦ હજારની આર્થિક સહાય આપવામાં આવી છે.

 

જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ, ગંગાસ્વરૂપ મહિલાઓના પુનઃ લગ્ન અંગે સામાજિક દ્રષ્ટિકોણમાં પરિવર્તન તેમજ લગ્ન કરવા ઇચ્છુક ગંગાસ્વરૂપ મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદેશ્ય સાથે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. લાયકાત ધરાવતા જિલ્લાના અન્ય ગંગાસ્વરૂપ મહિલાઓને લાભ માટે આગળ આવવા તેમજ અન્ય લાભાર્થીઓને લાભ મેળવવામાં મદદરૂપ થવા જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી રોહનકુમાર ચૌધરીએ અપીલ કરી છે.

જાણો કેવી રીતે લેશો લાભ…….

આ યોજના અંતર્ગત લાભાર્થીના મહિલાના બચત ખાતામાં ડી.બી.ટી મારફતે રૂ ૨૫ હજાર જમા કરવામાં આવશે, જયારે રૂ ૨૫ હજારના રાષ્ટ્રીય બચતપત્ર સ્વરૂપે કુલ ૫૦ હજારની આર્થિક સહાય અપાશે. જેના માટે લાભ મેળવવા ઈચ્છતા મહિલાની ઉંમર ૧૮ થી પ૦ વર્ષની વચ્ચે હોવી જોઇએ, તેમજ મહિલા જે વ્યક્તિ સાથે લગ્ન કરવા માગે છે તેના પત્ની હયાત ન હોવા જોઈએ. યોજનાનો લાભ લેવા માટે મહિલાએ પુનર્લગ્ન કર્યાના છ મહિનામાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ માટેના અરજીપત્રકો મહિલા અને બાળ વિકાસની વેબસાઈટ https://wcd.gujarat.gov.in પરથી મળશે. અરજી ફોર્મ ભર્યા બાદ પંચમહાલ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, જિલ્લા સેવા સદન-૨ ખાતે જમા કરાવવાનું રહેશે. ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના અંગેની મંજુરી હુકમ, પુનઃ લગ્નની નોંધણી અંગેનું પ્રમાણપત્ર, જે વ્યક્તિ સાથે પુનઃલગ્ન થયેલ છે જેના સરનામાંનો પૂરાવો, પુનર્લગ્ન પરત્વે દંપતીના સંયુક્ત પાસપોર્ટ સાઇઝના ફોટા, જે બચત ખાતામાં સહાય લેવા માંગતા હોય તે ખાતા પાસબુકની પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ સહિતના આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે.

કંદર્પ પંડ્યા (ગોધરા)
Previous articleઅ..રે..રે..  કોરોનાનો દર્દી ભાગ્યો!, બોલો……..
Next articleસ્પેશીયલ ચીલ્ડ્રનસ સાથે,ભવ્ય પતંગોત્સવ નું થયું આયોજન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here