ખંભાત તાલુકાના વટાદરા મુકામે ૫૦ લાખના ખર્ચે મંજુર થયેલ જનતાનગરી-મકવાણાપુરા નોન-પ્લાન રસ્તાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મયુર રાવલના હસ્તે કરવામાં આવ્યું.
આણંદ જીલ્લાના છેવાડે આવેલ ખંભાત તાલુકામાં પ્રજાની જરૂરિયાતોને પૂરી કરવા માટે કાર્યરત રેહતા ધારાસભ્ય મયુર રાવલ ધ્વારા તેમના મતવિસ્તારના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે વટાદરા મુકામે લગભગ અડધા કરોડના ખર્ચે જનતાનગરી થી મક્વાણાપુરા સુધી ના નોન પ્લાન રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
જીલ્લા પંચાયતના સભ્ય વિનોદભાઈ ઠાકોર, તથા તાલુકા પંચાયતના રમેશભાઈ દોઢિયા, તેમજ નવનિયુક્ત સરપંચ રણજીતસિંહ ચૌહાણ, પૂર્વ સરપંચ જગતસિંહ ચૌહાણ, કિસાન મોરચા મહામંત્રી મહેશભાઈ પટેલ તેમજ લાલજીભાઈ રબારી સહિતના સ્થાનિક અગ્રણીઓ, બક્ષીપંચ મોરચા મંત્રી અરવિંદભાઈ ઠાકોર, વિજયસિંહ ગોહિલ, નલિન પંડ્યા, ભાવેશ ઠાકોર સહિતના યુવા મોરચાના કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.