Home કોરોના કોરોનાની સારવાર લઈ રહેલ મહિલા દર્દી ભાગી જતા દોડધામ… જાણો પછી શું...

કોરોનાની સારવાર લઈ રહેલ મહિલા દર્દી ભાગી જતા દોડધામ… જાણો પછી શું થયું…

94
0

મહેસાણા સિવિલ હોસ્પિટલ માં કોરોના પોઝિટિવ મહિલા સારવાર લઇ રહી હતી જે એકાએક આજે સવારે પોતાના વોર્ડ માંથી ફરાર થઈ જવાની ઘટના પ્રકાશ માં આવી છે જોકે ત્યારબાદ ભાગેલી મહિલાને પોલીસે ઝડપી ને ફરી મહેસાણા સિવિલમાં લાવી કોવિડ વોર્ડ માં દાખલ કરવામાં આવી હતી.

મહેસાણા શહેર માં અવેલા સિવિલ હોસ્પિટલ માં કોરોના પોઝિટિવ 45 વર્ષીય મહિલા ગત 18 તારીખે દાખલ થઈ હતી જોકે આજ દિન સુધી પરિવાર માંથી કોઈ સભ્ય મળવા ના આવતા મહિલા એ આજે મહેસાણા સિવિલ માંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં મહિલા પોતાન વોર્ડ માંથી બહાર નીકળી ચાલી ગઈ હતી ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય સ્ટાફ સાથે પોલીસ પણ મહિલા ને શોધવા દોડધામ કરી હતી જોકે બાદમાં મહિલા સિવિલ આસપાસ થી મળી આવી હતી જ્યાં તેને ફરી એક વાર કોવિડ વોર્ડ માં દાખલ કરવામાં આવી હતી

મહિલા ને કોરોનાની સારવાર દરમિયાન ત્રણ ટેસ્ટ કરવામાં આવ્યા પરંતુ તમામ રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

હાલમાં મળતી માહિતી પ્રમાણે મહિલાને કોરોના રિપોર્ટ  પોઝિટિવ આવતા તેને 18 તારીખે દાખલ કરવામાં આવી હતી તેમજ મહિલાએ એક પણ વેક્સીન નો ડોઝ લીધો નહોતો જોકે આટલા દિવસ વીત્યા હોવા છતાં પરિવાર દ્વારા મહિલા ની ખબર અંતર ના પૂછતાં આખરે મહિલા સિવિલ માંથી ભાગી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે

મહેસાણા

Previous articleગરીબોના હકના અનાજને સગે વગે કરવાનું ચલતું હતું કૌભાંડ… જાણો કેવી રીતે પકડાયું…
Next articleપંચમહાલ જીલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ 15 થી 18 વર્ષનાં 1 લાખ બાળકોને વેક્સિન આપી સુરક્ષિત કરાશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here