મહેસાણા સેશન્સ કોર્ટ દ્વારા સરકારી વકીલની દલીલો અને પુરાવા આધારે સજા ફટકારવામાં આવી…
મહેસાણા જિલ્લાના કડી ખાતે વર્ષ 2015માં બનેવી મારામારી અને તોડફોડ કરી લૂંટની ઘટનાને અંજામ આપનાર એક અસામાજિક તત્વને મહેસાણા સેશન્સ કોર્ટે દોષિત ઠેરાવી બે વર્ષની સખત કેદ અને પાંચ હજાર પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો છે
પ્રાપ્ત માહિતી મુજબ, કડી કરણનગર રોડ પર આવેલ રસિકભાઈ પટેલ ની દુકાન પર છ વર્ષ અગાઉ બાઇક પર આવેલા કેટલાક શખ્સોએ હથિયાર ધારણ કરી દુકાનમાં તોડફોડ કરતા દુકાનમાં હાજર લોકો ગભરાઇ ગયા હતા અને દુકાન પાછળના ભાગમાં જતા રહેતા તે દરમિયાન દુકાન પર આવી તોડફોડ મચાવનાર મનીષ રબારી નામના શખ્સે ડ્રોવરમાં પડેલ એક લાખ રૂપિયા રોકડ અને 36000 ની કીમત ની સોનાની બે કડીઓ ની લૂંટ કરી ભાગી જવાના મામલે દુકાનદાર રસિકભાઇએ કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે બાદ સમગ્ર મામલે મહેસાણા સેશન કોર્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા આ બનાવ અંગે આરોપી મનીષ રબારી સામે સેશન્સ જજ પી જી ગોકાણી એ સરકારી વકીલ ભરતભાઈ પટેલ ની ધારદાર દલીલો અને બનાવવા અંગેના પુરાવા અને સાક્ષીઓ તપાસ્યા બાદ કાયદા અનુસાર દોષિત ઠેરાવી આરોપીને બે વર્ષની સખત કેદ અને પાંચ હજાર પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.મહેસાણા સેશન કોર્ટ ના જજમેન્ટ થી અસામાજિક પ્રવૃત્તિ સાથે ગુનાહિત કૃત્ય કરતા તત્વો સામે એક ઉદાહરણ બેસે તેવો ચુકાદો આપવામાં આવ્યો છે.