Home આણંદ આણંદ સુવિખ્યાત મીલસેન્ટ ઘરઘંટી ઉપર કર્મચારીઓએ ઉભી કરી આફત, શોષણના આરોપની ખરાઈ...

આણંદ સુવિખ્યાત મીલસેન્ટ ઘરઘંટી ઉપર કર્મચારીઓએ ઉભી કરી આફત, શોષણના આરોપની ખરાઈ કરવા પહોંચ્યા શ્રમ અધિકારી

42
0

આણંદ : ૫ જાન્યુઆરી

આણંદ ની સુવિખ્યાત ઘરઘંટી નિર્માતા કંપનીમાં કર્મચારી શોષણનો મુદ્દે ઘમાસાણ રચાયું છે.કંપનીના કેટલાક કર્મચારીઓએ લેબર કચેરીએ પહોંચી અધિકારીને કંપની દ્વારા શોષણના મુદ્દે રજૂઆતો કરી હતી. જે બાદ લેબર અધિકારી દ્વારા કર્મચારીઓના રજૂઆત મુદ્દે કંપનીએ તપાસ કરવા પહોંચતા સમગ્ર જીઆઇડીસીમાં ચકચાર મચી હતી.

વિદ્યાનગર સ્થિત મીલસેંટ ઘરઘંટીના 8 થી 10 વર્ષ ઉપરાંતથી કામ કરતા કેટલાક કર્મચારીઓને કાયમી નહિ કરાતા તેમજ મળવા પાત્ર લાભો અને અપૂરતા પગારને બાયો ચઢાવી છે.આ બાબતે કર્મચારીઓ દ્વારા લેબર કમિશનરને રજૂઆતો કરાઈ હતી.જે બાબતે લેબર કમિશનર કચેરી ના શ્રમ અધિકારી દ્વારા કંપનીની સામેની ફરિયાદ મુદ્દે સ્થળ તપાસ કરવામાં આવી હતી. જ્યાં હાજર અસંતોષી કર્મચારીઓના અને કંપની મેનેજમેન્ટ ના નિવેદનો લેવામાં આવ્યા છે.

આ બાબતે કર્મચારી ધ્રુવલ  પટેલ દ્વારા જણાવાયું હતું કે તેઓને રૂ.180 બેઝિક તેમજ રૂ.70 હાજરીના થઈ 255 રૂપિયા રોજ આપવામાં આવે છે.પગાર કવરમાં રોકડમાં આપવામાં આવે છે.બોનસ 3 હજાર થી સાડાત્રણ હજાર જેટલું આપવામાં આવે છે.આ ઉપરાંત બળજબરી રીતે ઓવરટાઈમ કરાવવામાં આવે છે.તેમજ સરકારી નિયમ મુજબની પીએફ ,મેફિકલ સહિતની કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી.

આ અંગે વિજયભાઈ પરમારના જણાવ્યું હતું કે અમારે નોકરીનો સમય સવારે 8.30 થી 5.00 કલાકનો છે.પરંતુ જો હાજર થવામાં અડધા મિનિટ થી લઈ એક મિનિટ નો સમય પણ મોડા પડીએ તો પણ પગાર કાપ કરે છે.વળી આવું બે કે ત્રણ વાર થયા તો હાજરી બોનસની રકમ કપાઈ જાય એટલે બેઝિક પગાર મુજબ 3600ની આસપાસનો પગાર જ મળે.આ રકમમાં ઘર કેવી રીતે ચલાવીએ અને બીજા ખર્ચ કેવી રીતે કા.ઢીએ

આ અંગે શ્રમ અધિકારીએ જણાવ્યું હતું કે કર્મચારીઓના રજૂઆતના પગલે આ તપાસ આરંભાઈ છે .આ તપાસમાં લેવામાં આવેલ નિવેદનો બાદ કંપનીને નોટિસ આપવામાં આવી છે.અને ફરિયાદમાં સત્યતા જણાશે તો લેબર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે.

Previous articleઆણંદ જીલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવા ફળદાયી નિવળી, ગતવર્ષે 4257 વ્યક્તિના જીવન બચાવ્યા!
Next articleજિલ્‍લાની તમામ કચેરીના વહિવટી સહિત અન્ય પ્રશ્‍નોના નિવારણ માટે જિલ્‍લા કલેક્ટરનો આ નુતન અભિગમ…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here