Home Trending Special આણંદ જીલ્લા માં અંદાજીત ૮૨૦૦૦ જેટલા બાળકો માટે વેક્સીન અભિયાનનો થશે પ્રારંભ…..

આણંદ જીલ્લા માં અંદાજીત ૮૨૦૦૦ જેટલા બાળકો માટે વેક્સીન અભિયાનનો થશે પ્રારંભ…..

42
0

આગામી નવા વર્ષ 2022 ના આરંભે એટલે કે જાન્યુઆરી ર૦રરમાં ૧પ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ સરકાર દ્વારા જાહેર કરાયો છે. જેમાં આણંદ જીલ્લાના અંદાજીત ૮૨૦૦૦ જેટલા બાળકો માટે કોરોના વેક્સીન અભિયાનનો થશે પ્રારંભ…..

આ કાર્યક્રમ ના આયોજન માટે આણંદ જિલ્લા આરોગ્ય અને શિક્ષણ વિભાગને રાજયસ્તરેથી તાકિદ કરવામાં આવી હતી. જેના પગલે બંને વિભાગો દ્વારા આ વયજૂથના દાયરા માં આવતા તમામ બાળકોના વેકિસનેશન માટેની તૈયારીઓ યુદ્વના ધોરણે હાથ ધર્યાનું જાણવા મળી રહ્યું છે.

રાજયના આરોગ્ય વિભાગ દ્વારા ૧પથી ૧૮ વર્ષની વય જૂથના બાળકોને રસી આપવા માટેની તૈયારીઓ કરવા જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરી દેવામાં આવી છે. જેમાં વર્ષ ર૦૦૩થી ર૦૦૬ સુધીના વર્ષ દરમ્યાન જન્મ થયો હોય તેવા અને હાલમાં ધો.૯,૧૦ અને ૧૧માં અભ્યાસ કરતા (કેટલાક કિસ્સામાં ધો. ૮) બાળકોને પણ ધ્યાને લેવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં છેલ્લા ૩ દિવસમાં ચિંતાજનક ર૮ કેસનો વધારો જોવા મળ્યો છે. ઉપરાંત ઓમિક્રોનની દહેશત પણ જોવા મળી રહી છે. આથી મહામારીથી પોતાના બાળકને સલામત બનાવવા તેઓને વેકિસનનો ડોઝ અપાવવા મોટાભાગના વાલીઓ પણ કટિબદ્વ હોવાનું જાણવા મળે છે.

Previous articleવડોદરા ખાતે નવમી રાષ્ટ્ર કક્ષાની ઓત્સુકા કરાટે કપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Next articleવડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્રનો ૨૨૦ મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here