આણંદ:૩ જાન્યુઆરી
આણંદ જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના વેકસિન આપવાના અભિયાનનો પ્રારંભ…
સમગ્ર દેશમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવા અને કોરોના સામે યુવાનો-વયોવૃધ્ધો્ સહિત બાળકોને પણ સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશથી સમગ્ર રાજયમાં આજથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના વેકસિનેશન આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો.આ અભિયાન અંતર્ગત આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લાામાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને વેકસિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યોો હતો. જે અન્વહયે આણંદ જિલ્લાામાં શાળાએ જતા ૮૪,૩૯૮ અને શાળાએ ન જતા હોય તેવા ૨૪,૪૬૦ બાળકો મળી કુલ ૧,૦૮,૮૫૮ કિશોર-કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરવાનું આયોજન કરવામાં આવ્યુંળ છે.
પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસિંહ ચુડાસમા રહ્યા ઉપસ્થિત…
આણંદ શહેરની ચરોતર એજયુકેશન સોસાયટી સંચાલિત ડી. એન. હાઇસ્કૂરલ ખાતે વેકસિનના પ્રારંભ પ્રસંગે આણંદના સાંસદ મિતેષભાઇ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસિંહ ચુડાસમા, આણંદ જિલ્લાા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમાર સહિત જિલ્લાભના ઉચ્ચષ અધિકારીઓએ શાળામાં બાળકોને આપવામાં આવી રહેલ રસીકરણ કેન્દ્રહની મુલાકાત લઇ બાળકોનો ઉત્સાંહ વધારી તેઓની સાથે સંવાદ કર્યો હતો.સાંસદ મિતેષભાઇ પટેલ અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રુસિંહ ચુડાસમાએ બાળકોએ રસી લીધા બાદ તેમના માટે તૈયાર કરવામાં આવેલ ઓર્બ્ઝકરવેશન રૂમની મુલાકાત લઇ તેમની સાથે સંવાદ કરી રસી મૂકાવ્યાા પછી કોઇ આડઅસર થઇ છે કે કેમ તે અંગેની પૃચ્છાર કરતાં તમામ બાળકોએ કોઇ આડઅસર થઇ ન હોવાનું જણાવ્યું હતું. આ સમયે તમામ બાળકો પર રસી મૂકાવ્યાાની એક ખુશી પણ જોવા મળી રહી હતી.
અનુભવો પોતાના મિત્રોને જણાવવા અને રસીથી કોઇ આડઅસર થતી ન હોઇ રસી મૂકાવી લેવી :મિતેશ પટેલ(સંસદસભ્ય)
સાંસદમિતેષભાઇ પટેલએ બાળકોને રસી મૂકાવ્યાી બાદ તેમના અનુભવો પોતાના મિત્રોને જણાવવા અને રસીથી કોઇ આડઅસર થતી ન હોઇ રસી મૂકાવી લેવાનો સંદેશો પોતાનું જો વોટસઅપ ગૃપ હોય તો તેના મારફતે પણ પહોંચાડવા સુચવ્યુંઆ હતું.પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રલસિંહ ચુડાસમાએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રાભાઇ પટેલ દ્વારા રાજયનો એક પણ બાળક વેકસિનના લાભથી વંચિત ન રહી જાય અને તમામ બાળકો સુરક્ષિત રહે તે માટે જે આયોજન કર્યું છે તેનો લાભ લઇ તમામ બાળકોને રસી મૂકાવી દઇ સુરક્ષિત થવા અપીલ કરી હતી.જિલ્લાે કલેકટર મનોજ દક્ષિણીએ સમગ્ર જિલ્લાળમાં આગામી પાંચ થી સાત દિવસમાં ૧૫ થી ૧૮ વર્ષના તમામ બાળકોને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરવાનું ઘનિષ્ઠઆ આયોજન કરવામાં આવેલ હોવાનું જણાવી બાળકો અને વાલીઓને કોરોના પ્રતિરોધક રસી મૂકાવી દઇ સુરક્ષિત થવા અપીલ કરી છે.
૧,૦૮,૮૫૮ કિશોર-કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી અપાશે…
આણંદની ડી. એન. હાઇસ્કૂેલમાં અભિયાનના પ્રથમ દિવસે જ અંદાજે બે હજારથી વધુ બાળકોને કોરોના પ્રતિરોધક રસી મૂકાય જાય તે રીતનું આયોજન કરીને પાંચ ટીમો કાર્યરત કરવામાં આવી છે, જયાં બાળકોનું સ્થજળ ઉપર જ રજિસ્ટ્રેંશન કરીને રસી મૂકવામાં આવી રહી છે. આ બાળકોનું રજિસ્ટ્રે શન થઇ ગયા બાદ રસી મૂકવામાં આવે છે અને જે બાળકોએ રસી મૂકાવી દીધી હોય તેઓને ઓર્બ્ઝરવેશન રૂમમાં બેસાડીને તેઓની ઉપર દેખરેખ રાખવામાં આવી રહી હતી.આણંદ જિલ્લાળમાં આજથી શરૂ થયેલ આ અભિયાનના પ્રથમ દિવસે બપોરના ચાર વાગ્યાં સુધીમાં ૧૬,૩૨૦કિશોર-કિશોરીઓએ અભિયાન અંતર્ગત કોરોના પ્રતિરોધક રસી મૂકાવી દઇ સુરક્ષિત થવા પામ્યાા હતા.
જિલ્લાના ૧૩,૫૨૮ હેલ્થપ વર્કરો અને ૧૫,૭૫૨ ફ્રન્ટયલાઇન કોરોના વોરિયર્સ લાગશે કામે….
અત્રે ઉલ્લેદખનીય છે કે, જિલ્લાગની કુલ ૩૫૨ માધ્યહમિક શાળાઓ સહિત જિલ્લાશના ૨૭૭ સબ સેન્ટ્ર અને ૫૩ પ્રાથમિક આરોગ્યક કેન્દ્રો ખાતે બાળકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યુંા છે. જયારે આગામી તા. ૧૦મી જાન્યુાઆરી પછી જિલ્લાના ૧૩,૫૨૮ હેલ્થપ વર્કરો અને ૧૫,૭૫૨ ફ્રન્ટયલાઇન કોરોના વોરિયર્સ તેમજ ૬૦ વર્ષથી વધારે વયના સીનિયર સિટીઝનો અને કો-મોર્બિડ દર્દીઓ જેઓએ અગાઉ રસીના બંને ડોઝ લીધા હોય તેઓએ પણ ડૉકટરની સલાહ મુજબ પ્રીકોશન (બુસ્ટમર) ડોઝ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે આણંદ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રદીપભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારી, જિલ્લા શિક્ષણાધિકારી નિવોદિતા ચૌધરી, જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. કુલશ્રેષ્ઠ, ચરોતર એજયુકેશન સોસાયટીના કે. ડી. પટેલ, ડી.એન.હાઇસ્કૂલના આચાર્ય ખુશાલભાઇ સિંધી, હાઇસ્કૂલના આશિષભાઇ પરમાર અને પરેશભાઇ પટેલ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.