
આણંદ
ભારતિય રાષ્ટ્રિય કોંગ્રેસ ના સફળ ૧૩૭ માં સ્થાપના દિવસ નિમિતે કોંગ્રેસ ના કાર્યકર્તા ઓ હોદેદારો દ્ધારા આણંદ શહેર માં રહેતા નાગરિકોને મીઠાઈ વેહચી જનતા જનાર્દને તેમની સાથે આજે મો મીઠું કરી કોંગ્રેસ ના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આખા ભારત દેશ માં કોંગ્રેસ પક્ષ દ્વારા કોંગ્રેસ નો સ્થાપના દિવસ ઉજવાય રહ્યો છે ત્યારે ભારત દેશ માટે કોંગ્રેસ પક્ષ નું જે આઝાદી ની લડત થી લઇ આજ દિન સુધી લોકો નું જીવન સુધરે , લોકશાહી દેશ માં લોકશાહી મજબૂત બને , સામાન્ય લોકો ને ન્યાય અધિકાર મળે અને દેશ ના આઝાદીના સ્વતંત્ર સેનાનીઓ, દેશ ના વીર જવાનો, ખેડૂતો ને યાદ કરી ભારત દેશ ખુશ ખુશાલ રહે, દેશ માં સૌહાર્દ નું વાતાવરણ બની રહે તેવી પ્રાથના સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નો ૧૩૭ મો સ્થાપના દિવસ ઉજવમાં આવ્યો હતો. આ ઉજવણી ના કાર્યક્રમમાં આણંદ નગર પાલિકા ના કાઉન્સિલર અને વિરોધ પક્ષ ના નેતા સલીમસા દીવાન, ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ ના સચિવ ડૉ. પલક વર્મા, આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિ મીડિયા સેલ ના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચાવડા, વિદ્યાનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ફકીરભાઈ મકવાણા , આણંદ નગર પાલિકા ના કાઉન્સિલર ઈકબાલભાઈ મલેક, ઇલ્યશભાઈ આઝાદ, અસલમ ભાઈ આણંદ જિલ્લા યુથ કોંગ્રેસ ના પ્રમુખ ચિરાગ પરમાર, આણંદ વિધાનસભા યુથ કોંગ્રેસ ના પ્રમુખ મિત્તલબેન ચાવડા , આણંદ જીલ્લા સોશિયલ મીડિયા ના પ્રમુખ વિજય જોશી , ઉમરેઠ વિધનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ પૃથ્વીરાજસિંહ ચૌહાણ , સામજિક કાર્યકર્તા મીનાક્ષી દેવીજી વર્મા તથા કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.