Home આણંદ આણંદ ખાતે યોજાઇ “કામધેનુ યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેંટ 2021”

આણંદ ખાતે યોજાઇ “કામધેનુ યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેંટ 2021”

25
0

આણંદ વેટરનરી કોલેજ ખાતે, તા. ૨૫ અને ૨૬ ડિસેમ્બરના રોજ કામધેનુ યુનિવર્સિટીને સંલગ્ન સંસ્થાઓના કર્મચારીઓ માટે સ્ટાફ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

 

ડૉ. એમ. એન. બ્રહ્મભટ્ટ, આચાર્ય, આણંદ વેટરનરી કોલેજ અને ડૉ. બી. એન. પટેલ, વિદ્યાર્થી કલ્યાણ નિયામક, કામધેનુ યુનિવર્સિટીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર આયોજનના કન્વીનર તરીકે ડૉ. જે. એચ. ચૌધરી, અધ્યક્ષ, વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, આણંદએ ઉત્કૃષ્ટ કામગીરી નિભાવી હતી.

કામધેનુ યુનિવર્સિટીના વિવિધ કેન્દ્રોની કુલ ૮ ટીમોએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો, જેમાં આણંદ. જુનાગઢ, અમરેલી, હિંમતનગર, નવસારી, દાંતીવાડા, મહેસાણા, સુરત અને ગાંધીનગર નો સમાવેશ થાય છે. આ કાર્યકર્મ અંતર્ગત કુલ ૫ રમતોની આંતર-કોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ, બેડમિન્ટન, ચેસ, કેરમ અને ટેબલ ટેનિસની સ્પર્ધાઓમાં તમામ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો. ક્રિકેટની રમતમાં જુનાગઢની ટીમ વિજયી થઈ હતી જ્યારે એફિલીટેડ પોલિટેકનિકની ટીમ રનર-અપ રહી હતી, જ્યારે કેરમની રમતમાં ગાંધીનગરની ટીમએ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું. બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં જૂનાગઢની ટીમ દ્વિતીય સ્થાને આવી; જ્યારે દાંતીવાડા અને અફીલીએટેડ પોલિટેકનિકની ટીમ આ બંને રમતોમાં વિજયી બની. ચેસની રમતમાં દાંતીવાડાના સ્પર્ધકો પ્રથમ સ્થાને અને મહેસાણાના સ્પર્ધકોએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું.

તારીખ ૭ થી ૯ જાન્‍યુઆરી, ૨૦૨૨ દરમ્યાન કચ્છ યુનિવર્સિટીના યજમાનપદે યોજાનારી આંતર-યુનિવર્સિટી સ્પર્ધાઓમાં પસંદ કરેલ સ્ટાફના ઉમેદવારો ભાગ લેશે. કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન.એચ. કેલાવાલાએ આણંદ વેટરનરી કોલેજને કાર્યક્રમનું સફળ અને સુંદર આયોજન કરવા બદલ બિરદાવ્યા. વધુમાં તેમણે જણાવ્યું કે સ્ટાફના કર્મચારીઓમાં ખેલદિલી અને ભાઇચારાની ભાવનાનું સિંચન થાય અને યુનિવર્સિટીના કર્મચારીઓની એકતા વધે તે આ સ્પર્ધાનો મુખ્ય હેતુ છે. કુલપતિએ કાર્યક્રમના અંતમાં વિજેતાઓને અભિનંદન પાઠવ્યા અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્‍યું હોવાનું પશુચિકિત્‍સા અને પશુપાલન મહાવિદ્યાલયના આચાર્યે એક યાદી દ્વારા જણાવ્‍યું છે.

 

Previous articleપ્રમુખ સ્‍વામી અર્બન કોમ્‍યુનિટી હોલનું નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્‍તે લોકાર્પણ
Next articleICPR દ્વારા મહામહોપાધ્યાય પૂ.ભદ્રેશદાસ સ્વામીને ‘લાઇફ ટાઇમ અચીવમેંટ એવોર્ડ’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here