મહેસાણા
મહેસાણા સિવિલમાં કોવિડ પોઝિટિવ મહિલા ફરાર થતા દોડધામ, પોલીસે દર્દીને ઝડપી ફરી સિવિલ લઇ આવ્યા!
મહેસાણા સિવિલ હોસ્પિટલ માં કોરોના પોઝિટિવ મહિલા સારવાર લઇ રહી હતી જે એકાએક સવારે પોતાના વોર્ડ માંથી ફરાર થઈ જવાની ઘટના પ્રકાશ માં આવી છે બાદમાં ભાગેલી મહિલા ને પોલીસે ઝડપી ને ફરી મહેસાણા સિવિલ માં લાવી કોવિડ વોર્ડ માં દાખલ કરવામાં આવી હતી.
( ફાઈલ તસ્વીર )
પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણા શહેર માં અવેલી સિવિલ હોસ્પિટલ માં એજ ગજબ કિસ્સો બનવા પામ્યો છે,જ્યાં કોરોના પોઝિટિવ 45 વર્ષીય મહિલા ગત 18 તારીખે સારવાર માટે દાખલ થઈ હતી,જોકે આજ દિન સુધી પરિવાર માંથી કોઈ સભ્ય આ મહિલા ને મળવા ના આવતા મહિલા એ મહેસાણા સિવિલ માંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો!, જેમાં મહિલા પોતાન વોર્ડ માંથી બહાર નીકળી ચાલી ગઈ હતી ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય સ્ટાફ સાથે પોલીસ પણ મહિલા ને શોધવા દોડધામ કરી હતી, જોકે બાદમાં મહિલા સિવિલ આસપાસ થી જ મળી આવી હતી જ્યાં તેને ફરી એક વાર કોવિડ વોર્ડ માં દાખલ કરવામાં આવી હતી.
( ફાઈલ તસ્વીર )
વહેલી સવારે છ વાગ્યા ના આસપાસ મહિલા ભાગી હતી!મહિલા જ્યાં જ્યાં ફરી ત્યાં તંત્ર દ્વારા તપાસ કરાશે!
હાલમાં મળતી માહિતી પ્રમાણે મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને 18 તારીખે દાખલ કરવામાં આવી હતી તેમજ મહિલાએ એક પણ વેક્સીન નો ડોઝ લીધો નહોતો જોકે આટલા દિવસ વીત્યા હોવા છતાં પરિવાર દ્વારા મહિલા ની ખબર અંતર ના પૂછતાં આખરે મહિલા સિવિલ માંથી ભાગી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે!મહિલા ને કોરોના ના ત્રણ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે જેમાં ત્રણેય રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તેમજ જ્યાં જ્યાં મહિલા ભાગ્ય બાદ ફરી હતી ત્યાં ત્યાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે!