મહેમદાવાદ: ૬ જાન્યુઆરી
પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલાના અવરોધને લઈને દેશ માં વડાપ્રધાનની સુરક્ષા પર ખતરો ઉભો કરનાર પંજાબ ના જવાબદાર પંજાબ સરકાર અને તેમના અધિકારીઓ ના જઘન્ય કૃત્ય ને વખોડી કાઢતા ગુજરાત ના કેબિનેટ પ્રધાને અનોખો વિરોધ કર્યો હતો.
પંજાબ ની ઘટના ના વિરોધમાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે રામધુન અને મહામૃત્યુંજયના જાપ કરી આ કૃત્ય ને વખોડ્યું હતું સાથે આ શરમજનક ઘટના ના વિરોધમાં ખેડા જીલ્લા ના મેહમદાવાદ ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરે કોંગ્રેસ ને તથા તેના આગેવાનો ને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી,સાથે એક ઈન્ટરવ્યું માં અર્જુનસિંહ એ જણવ્યું હતું કે કોંગ્રેસ ના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ને સદબુદ્ધિ આવે અને નરેન્દ્ર મોદી નું દીર્ઘઆયુષ્ય વધે. તે સાથે મંત્રી અર્જુનસિંહ ચૌહાણે કોંગ્રેસ સાશિત પંજાબ પ્રાંત માં બનેલી આ ઘટના ને સખ્ત શબ્દોમાં વખોડી હતી ….