જૂનાગઢ:4 જાન્યુઆરી
આજરોજ અંધ કન્યા છાત્રાલય જવાહર રોડ જુનાગઢ મુકામે અંધજનો ની રાહ ચિંધનાર એવા ઓલ વિશ્વના અંધજનો ના ભગવાન સમાન luis braille નો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં કન્યા છાત્રાલયની અંધ લાભાર્થી દીકરીઓ દ્વારા બ્રેઇલ વાંચન લેખન તેમજ વક્તૃત્વ સ્પર્ધા અને લુઇ બ્રેલ વંદનાની વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવી હતી.
જેમાં મુચકુંદ ગુફા ભવનાથના મહંત રાજેન્દ્રગીરીબાપુ, ભાગવત કથાકાર શાસ્ત્રી પ્રદીપભાઈ પંડયા ,તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજા, ટ્રસ્ટી અરવિંદભાઈ મારડિયા, ટ્રસ્ટી બટુક બાપુ , ટ્રસ્ટી મુકેશગિરી મેઘનાથી ટ્રસ્ટી મનહરસિંહ બાપુ ઉપસ્થિત રહી દિપ પ્રગટાવી આજની સ્પર્ધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ વિજેતા પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને મહંત રાજેન્દ્રગીરીબાપુ દ્વારા તમામ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને ડ્રેસ આપી આજના શુભ પ્રસંગે પ્રોત્સાહિત કર્યા હતા તેમજ સંસ્થાની છાત્રાલયમાં રહેતી મહિપાલ હિનાએ આંગળીના ટેરવે luis braille શોધેલી લિપિ નું વાંચન કરેલું અને મુછડીયા ચાંદની બહેને લુઇબ્રેલ ના જન્મદિવસ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું
કવિતાબેન ચંદેરા એ બ્રેઇલ લિપિનું લેખન કરી લુઇબ્રેલ ની યાદ અપાવી અને લૂઈબ્રેઈલ વિશે સંસ્થાની પ્રજ્ઞાચક્ષુ સ્મિતાબેન સોરઠીયા એ luis braille નો ઇતિહાસ વર્ણવ્યો હતો તેમજ સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા એ આજના પ્રસંગે સંસ્થાનો પરિચય અને લાભાર્થી દીકરીઓને શુભકામના પાઠવી હતી અને કાર્યક્રમ પૂર્ણ કરેલ